અનંત શબ્દ “માં”

અનંત શબ્દ “માં” નો

જન્મ દાત્રી બની સંકોચ વગર,

પ્રથમ ગુરુ તમારા સંસ્કાર ની,

નિસ્વાર્થ!!! પ્રેમ ની ખાણ સમી,

પરિવાર ની ઢાલ સમી રખેવાળ,

પરોપકારી આત્મા નો અનંત ભંડાર,

બસ !!!!!શબ્દ નો કિનારો અનંત,

જ્યાં !!!!”માં” એ અનંત વિશ્વ બ્રહ્માંડ

“કિનારો” ની એ “માં” ને સત સત નમન!!!!!!!!

કુદરત નું પરિવર્તન

સમય ને પકડવાની દોડ માં વિસરાઈ ગઈ ,

વલખાં માર્યા ગણા ભૌતિક સુખ પામવા,

સાથે રહેવું એ કદાચ ભૂલવા ની આરે હતું,

કોઈ ને કુદરત ને ખોળે નહોતું રમવું કે ફરવું,

ત્યાં તારો પરિચય જગ ને કરાવવા તે લટાર મારી,

થંભી ગઈ આખી દુનિયા જાણે એક ક્ષણમાં,

માનવ માનવ ની સાથે ઊભા રહેતાં ડરે છે,

આવો આવજો જાણે કહેવું સાંભળવું દુર્લભ કર્યું,

બદલાતા વહેણ ને ક્યાંક કોઈ નવી દિશા તે આપી,

વિશ્વ આખું એમ સમજે હું બળવાન ત્યાં !!!!

નજીવું સજીવ તમારી તાકાત ને શરમશાર કરી ગયું,

હજુ પણ “કુદરત” ને લાલકારતા નહીં હોં !!!!!!!,

બસ!!એના હોવા નો આભાર માનજો હોં!!!!

“કિનારો” તમને એ બતાવશે ત્યાં ઉભા રહેજો,

થોડો પોરો ખાજો!!! હોં!!! ત્યાં એ તમને,

પરિવર્તન સાથે નવા પ્રયાણ તરફ લઈ જશે.

કુદરત ને વાચા મળી

આજની સવાર !!!!!

જાણે કુદરત ને ખોળે મારી રમણીય સવાર,

એજ નીરવ શાંતિ અને ચા ની ચૂસકી ને સાથ

કુદરત ના એ સજીવો ને માણ્યા શાંત મને

ક્યાંક પક્ષી નો અવાજ, ક્યાંક પાંદડા ખર ખર,

એ વૃક્ષ ની ડાળી પર ની ખિસકોલી ની ટહેલવું,

ના એકવીસ મી સદી ના યંત્ર કે કોઈ ઘર નો અવાજ,

ક્યાંક કોયલ નો ટહુકો તો ક્યાંક ટીટોડી ટહેલવું,

એક વાઇરસ અમને પરિવાર ની લાગણી માં પરોવ્યા,

બસ કુદરત એની તાકાત નો એહસાસ કરવી ગયો,

એનો “કિનારો” પકડી ને તરતાં શીખવાડી ગયું આ “કારોના”

સમય

સમય તને કંઈ પૂછું?,

તને ખુદ ને મળવા નો સમય છે તારી પાસે,

કે! સંસાર માં બધાને સમય આપ્યો ને ખુશ છે તું,

માનવ પાસે સમય ક્યાં છે? કે તું કેમ છે એ પૂછવાનો,

બસ!આજે મને તને મળવા સમય આપ તું થોડો,

ક્યાંક! તારી બંધ મુઠી માં તને હાથ દઉં હું મારો,

તારી રાત દિવસ ની પરિક્રમા માં હું સાથ દઉં તારો,

કે! ક્યાંક! હું શ્વાસ બનું હું તારો ને ક્ષણ તું પોરો ખા,

ને! વિશ્વ ને તું “કિનારો” બતાવ તું તારો!

જગ આખું તને ભૂલી ગયું ક્યાંક! તો જગ ને સમય આપ તું તારો.

સ્મૃતિ

શબ્દ ની શોધ કરું છું,

કે એમના કર્મ ને સંબોધે,

દરેક ના દિલ માં એમની

એક આગવી છે ઓળખ,

કોઈ ને મન એ એમના હમદર્દ,

તો કોઈને મન એમના સખી,

બધા એ એમને એક નામ સાથે

એક આગવી ઓળખ આપી

પણ મારે તો એ મારા વેવાણ હતાં

હજુ હું એમને ઓળખું ત્યાં એ સ્મૃતિ બની ગયા,

પણ હા! એ એમની સખીઓ ની મિત્રતા માં

મને ઓળખાઈ ગયા, અને હા!

એ અમને બધા ને જીવતા શીખવાડી ગયા,

સાથે સાથે એક હૂંફ ભર્યો પરિવાર ની

હૂંફ અમને આપી ને “કિનારો” ની સ્મૃતિ માં સમાઈ ગયા.

મૃત્યુ!!!!!!

સનાતન સત્ય એટલે મૃત્યુ!,

જીવવા ની ભ્રમણા નો ભ્રમ,

પણ! મારે મૃત્યુ ને પામવું છે!,

કયારે જીવતા મરવું ને ક્યારેક મરી ને જીવવું,

ના ભય! ના ડર! થઈ એને ભેટવું છે,

ખબર નથી! પછી શું કરીશ એટલે!

હસતાં રમતાં એને દ્વારે ટહેલવું છે,

હું! ના ભ્રમ માં સર્વે ને કઈંક કહેવું છે,

મને પોતીકા ના દિલ માં ડોકાવું છે,

સમય ના પડછાયા માં સંતાઈ બોલાવે મને,

પણ! સમય નથી! કહી મારે ટાળવું છે,

હજુ! આ દુનિયામાં મારે મહાલવું છે,

એના! ધમકી ભર્યા ભણકારા માં સંતાવું છે,

પણ! “ કિનારો” શોધી માર્ગ બતાવે મને,

હું! હું! ના ભ્રમ માં ક્યાંક!!!!!

ખુમારી થી સાથે થઈ ગઈ ને મૃત્યુ ને પામી ગઈ.

આ સનાતન સત્ય એવા મૃત્યુ ને સ્વીકારી ગઈ,

ત્યાં!!! તો ખબર થી અંજાઈ ગઈ કે ?

સ્વપ્ન માં પણ! હું! ખુમારી થી ભેટી ગઈ.

મૌસમ 

સમીર નો સ્પર્શ જરા હળવે થી છેડી ગયો,
મારા એ નાજુક હ્ર્દય ને સ્પર્શી મને વળગી ગયો,
મને હળવે થી ઋતુ નો મંદ મંદ એહસાસ આપી ગયો,
ખબર નહોતી કે મારા યૌવન નીે યાદ આપી ગયો,
ક્યાંક! મદમસ્ત હતી યુવાની ત્યાં!!
હળવે થી દિલ માં એ અલ્લડ યુવાની ને છેડી ગયો,
એ બેરહેમ હળવે થી મારા ઉર ને સ્પર્શી નીકળી ગયો,
ઉમંગ હતો! એના મંદ મંદ સ્પર્શ ના આલિંગનનો ત્યાં!!
પ્રિયતમ મૌસમ ના આડ માં મને બાથ માં ભરી ગયો,
એ!! મૌસમ તું એક પળ મારી યુવાની માં થંભી જા,
હું!બેબાક અલ્લડ જુવાની ને ક્ષણિક ઉર માં ભરી લઉં,
પછી! ક્યાં હું! મૌસમ નો “કિનારો” અને હું! ક્યાં!

સમય મારો

મુદત પછી મળી હું ,

થોડી સહેમી થોડી અલ્લડ,

ક્યાંક! એકલી સપના માં ખોવાયેલી, 

વાત કરું હું ! શબ્દ ની સાથે  સંવાદ બની,

 વર્તન કરું હું! વાર્તા ની સાથે કહાની બની,

સર્જન કરું હું! સપના ની સાથે  દ્રશ્ય બની,

સમર્થન કરું હું! એ! અલ્લડ નાદાની નાદાન બની,

ખબર છે! છતાં સપના સાકાર કરું અબોધ બની,

 જીવન જીવું હું ! સદાય! નાદાન સપના મારા કરી,

ખુશી ની સીમા ! એક અલ્લડ! નાદાન બચપન સમાન,

સમય તું થંભી જા! જરા! મારા સપના હજુ જુવે વાટ,

સમય તું થંભી જા! મુદત પછી મને મળ્યો છે “કિનારો” 

  

કર્મયોગ 

કેમ સમજુ હું! કર્મ યોગ ને,

જાણું છું ત્યાં સુધી પાછલાં કર્મ આ જન્મ માં ભોગવું છું,

સમજાતું નથી કે! જે જોયા નથી એ કર્મ નું ફળ ભોગવું છું,

ને આ જન્મ માં કર્મ આગળ ના જન્મ સાથે બાંધું છું,

તો પછી હું કરું છું શું? પાછળ નું કરેલું હતું એ ખબર નથી,

ને હમણાં કરું છું એનું પરિણામ ખબર નથી તો હું એને અલિપ્ત રાખું છું,
મન મારુ હંમેશા જે કરે એ બરાબર જ લાગે તો

હું અદ્રશ્ય કર્મ ને હું સંદર્ભ માં કેવી રીતે બાંધું,

કર્મ ની કોઈ પ્રામાણિકતા છે ખરી

આમ તો વિધાતા વિધિ ના લેખ લખે છે

તો પછી વિધાતા ને કર્મ ની જોડી ના તમે કઠપૂતળી છો,

સમજ નથી આ પરીક્ષા ની જ્યાં સવાલ ને જવાબ નો કોઈ પ્રમાણ નથી,

પરીક્ષા નો અભયાસ ક્રમ જ તમારા હાથ માં નથી તો

જવાબ ને લાવવા ક્યાંથી, બસ આધાર વગર જવાબ આપો

કર્મ ને વિધાતા પાસ કરે એટલે તમે તારી ગયા

જીવન ચક્ર એક એવો કોયડો છે

વિજ્ઞાન માને છે કે સાયન્સ છે જે સાબિત થાય છે,

પણ હું કયારે પણ કર્મ ને એના ફળ ને સમજી નથી

બસ એક પ્રવાહ માં બધા વહી જાય છે ને એમાં હું પણ બાકાત નથી,

બસ કર્મ ના સવાલ માં જવાબ મળતો નથી ને રોજ સવાર

પડે ને પાછું કર્મ ને સમજવા નીકળી પડું છું,

કિનારો મળે છે પણ કર્મયોગ ને કિસ્મત સાથે બાંધી ને પ્રવાહ માં વહી જાઉં છું.

સહજ! સ્વાર્થ

સબંધ માં સ્વાર્થ!

એ! માનવ સહજ પ્રકૃતિ મને સદતી નથી,

મેં! દિલ દીધું,

સ્વાર્થ ને નેવે મૂકી, એ સંબંધ ને સમજાતું નથી,

પણ! આશા,

હજુ કોરે ઉભી વાટ જોવે કે! ક્યાંક! ,

સ્વાર્થી હું! પણ ખરી!

સંબંધ બાંધ્યો સ્વાર્થ ભાવ થી,

આગળ પાછળ નજર ભરી,

ત્યારે સહજ! સમજાયું ,

સ્વાર્થ ને નિસ્વાર્થ સમય આધીન,

તું ! ક્યાં ખોવાઈ સહજ આ ભંવર માં,

“કિનારો” સહજ મળ્યો છે જીવન માં,

તરતાં તરતાં આગળ નીકળવા,

બસ! સ્વાર્થ સહજ બનાવી,

નીકળી હું!પ્રેમ સભર જીવન સફર માં.