Tag Archives: પ્રાપ્તિ

કર્મયોગ 

કેમ સમજુ હું! કર્મ યોગ ને,

જાણું છું ત્યાં સુધી પાછલાં કર્મ આ જન્મ માં ભોગવું છું,

સમજાતું નથી કે! જે જોયા નથી એ કર્મ નું ફળ ભોગવું છું,

ને આ જન્મ માં કર્મ આગળ ના જન્મ સાથે બાંધું છું,

તો પછી હું કરું છું શું? પાછળ નું કરેલું હતું એ ખબર નથી,

ને હમણાં કરું છું એનું પરિણામ ખબર નથી તો હું એને અલિપ્ત રાખું છું,
મન મારુ હંમેશા જે કરે એ બરાબર જ લાગે તો

હું અદ્રશ્ય કર્મ ને હું સંદર્ભ માં કેવી રીતે બાંધું,

કર્મ ની કોઈ પ્રામાણિકતા છે ખરી

આમ તો વિધાતા વિધિ ના લેખ લખે છે

તો પછી વિધાતા ને કર્મ ની જોડી ના તમે કઠપૂતળી છો,

સમજ નથી આ પરીક્ષા ની જ્યાં સવાલ ને જવાબ નો કોઈ પ્રમાણ નથી,

પરીક્ષા નો અભયાસ ક્રમ જ તમારા હાથ માં નથી તો

જવાબ ને લાવવા ક્યાંથી, બસ આધાર વગર જવાબ આપો

કર્મ ને વિધાતા પાસ કરે એટલે તમે તારી ગયા

જીવન ચક્ર એક એવો કોયડો છે

વિજ્ઞાન નું પ્રમાણ છે ત્યાં કર્મ ને કોઈ સંબંધ નથી,

પણ હું કયારે કર્મ ને એના ફળ ને સમજી નથી,

બસ એક પ્રવાહ માં બધા વહી જાય છે ને એમાં હું પણ બાકાત નથી,

બસ કર્મ ના સવાલ માં જવાબ મળતો નથી ને રોજ સવાર

પડે ને પાછું કર્મ ને સમજવા નીકળી પડું છું,

કિનારો મળે છે પણ કર્મયોગ ને કિસ્મત સાથે બાંધી ને પ્રવાહ માં વહી જાઉં છું.